નમસ્કાર મિત્રો મિત્રો સરકાર દેશના લોકો માટે રોજબરોજ કંઈક ને કંઈક નવું લાવતી રહેતી હોય છે પહેલા તો કેન્દ્ર સરકારે બધા માટે આધાર કાર્ડ પાનકાર્ડ લિંક કરાવવાનું કીધું ત્યારબાદ રેશનકાર્ડ લિંક કરાવવાનું કીધું ત્યાર પછી ખેડૂતો માટે ખેડૂત આઈડી બનાવવાનું કીધું અને હજુ એ પત્યું નથી ત્યાં તો એક નવું આવ્યું અપાર આઈડી તો હાલમાં અત્યારે આ પ્રોજેક્ટ ચાલુ છે અપાર આઈડી બનાવવાનો દેશના દરેક વિદ્યાર્થીઓને આ અપાર આઈડી બનાવવી પડશે તો મિત્રો આ વીડિયોમાં હું તમને આ અપાર પ્રોજેક્ટ વિશે માહિતી આપીશ તો જેમના પણ બાળકો પ્રાઇવેટ
કે સરકારી સ્કૂલમાં ભણતા હોય તો આ વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી અને વિડીયો ચાલુ કરતાં પહેલાં મારી એક વિનંતી છે કે તમે વીડિયોને લાઈક કરજો અને આ વિડીયો તમારા whatsapp ગ્રુપમાં શેર કરજો કે જેથી આ માહિતી દરેક વિદ્યાર્થીના વાલી સુધી પહોંચે તો મિત્રો ભારતની તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં ભણતા દરેક વિદ્યાર્થી માટે એક આઈડી બનાવવામાં આવશે કે જેનું નામ છે અપર આઈડી જેનું ફૂલ ફોર્મ છે ઓટોમેટિક પરમનેન્ટ એકેડેમિક એકાઉન્ટ રજીસ્ટર જે રીતે ભારતના દરેક નાગરિકનું ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ છે એવી જ રીતે દેશના
દરેક વિદ્યાર્થીનો આઈડી બનશે આ યોજના વન નેશન વન આઈડી હેઠળ ચલાવવામાં આવી રહી છે સરકારી કે પ્રાઇવેટ શાળાઓમાં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓ વિશેની માહિતી એક ક્લિક પર ઉપલબ્ધ થશે આ પ્રોજેક્ટ મુજબ ભારત સરકાર દ્વારા દરેક વિદ્યાર્થીને 12 આંકડાનો એક નંબર આપવામાં આવશે વિદ્યાર્થીને અભ્યાસને લગતી તમામ પ્રકારની માહિતી આ અપાર આઈડીમાં ઉપલબ્ધ હશે જેમાં માસિક ત્રિમાસિક અર્ધવાર્ષિક અને વાર્ષિક પરીક્ષાઓના પરિણામો અને હાજરી સહિતની અન્ય માહિતી પણ હશે વિદ્યાર્થીઓએ કોઈ કારણોસર દસ્તાવેજો ખોવાઈ જવા કે ફાટી જવા બાકી બળી
જવાની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં આ અપાર આઈડીમાં વિદ્યાર્થીઓને ડિજિટલ કોપી ઉપલબ્ધ થશે ઘણી વખત અમુક લોકો નોકરી મેળવવા માટે બનાવટી દસ્તાવેજો બનાવીને નોકરી મેળવી લે છે આવી સ્થિતિમાં લાયકાત ધરાવતા ઉમેદવારો રોજગારથી વંચિત રહે છે અપર આઈડી દ્વારા નોકરીદાતાઓ ઉમેદવારની તમામ માહિતી એક ક્લિકમાં જોઈ શકશે અને યોગ્ય ઉમેદવારને પસંદ કરી શકશે હવે લોકો ઈચ્છે તો પણ બનાવટી દસ્તાવેજો બનાવી શકશે નહીં અપર આઈડીમાં સંપૂર્ણ રેકોર્ડ રાખવાથી છેતરપિંડીની શક્યતાઓ બંધ થઈ જશે વિદ્યાર્થીઓએ અપર આઈડી બનાવવા માટે ઓનલાઇન ફોર્મ ફોર્મ ભરવું પડશે યુડાઈસ પ્લસ
ગવર્મેન્ટ પોર્ટલ ઉપર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે અને આ કામગીરી શાળાના શિક્ષકોને જ કરવાની રહેશે વિદ્યાર્થી જાતે ફોર્મ નહીં ભરી શકે વિદ્યાર્થીઓને માત્ર શાળામાં ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે આ વિશે વધુ માહિતી માટે તમારી બાળકોની શાળાના આચાર્ય સાથે મુલાકાત લો ત્યાં પ્રોજેક્ટ વિશે વિગતવાર માહિતી મળી જશે વિડીયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો